Help / Tutorials / FAQ


Frequently Asked Question

Download Migration certificate Application Form From website. Fill all information and attach all required documents with Transfer certificate and Pay Rs/- 100 at university counter and receive Payment Receipt. After that submit your application and receipt at Examination Section and collect Migration certificate on Same day(Normally).


આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી અન્ય યુનિવર્સિટીમાં જોડાવવા માટે માઈગ્રેશન પ્રમાણપત્ર ફરજીયાત મેળવવું પડે છે. વિધાર્થીએ જે કોલેજમાં અભ્યાસ કર્યો હોય તે કોલેજ/સંસ્થાનું ટ્રાન્સફર સર્ટિફિકેટ યુનિવર્સિટીએ નિયત કરેલ માઈગ્રેશન ફોર્મમાં આચાર્યશ્રીના/સંસ્થાના વડાશ્રીની સહી-સિક્કા કરાવવાના રહે છે. તે સાથે ગુણપત્રકની પ્રમાણિત કરેલ નકલ જોડવાની રહે છે. માઈગ્રેશન પ્રમાણપત્ર માટેની ફી રૂપિયા 100/- યુનિવર્સિટીના કેશ કાઉન્ટર ઉપર ભરી નિયત પાવતી મેળવી લેવી ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી પરીક્ષા શાખામાં જમા કરાવી માઈગ્રેશન પ્રમાણપત્ર શક્ય હોય તો તે દિવસે મેળવી શકાશે.

MA by this university As well as M.Com In addition to the study, the students of primary school, Trial is given for passing the examination for the purpose of joining secondary school. For this, the student has given his name on plain paper, The application must be accompanied by a certified copy of the addresses and all the certificates. Application fee of Rs.100/- is fixed. Cash/Bank demand. Draft is accepted.


આ યુનિવર્સિટી દ્વારા એમ.એ. તેમજ એમ.કોમ. એક્સટર્નલ અભ્યાસ કરી ઉતીર્ણ થયેલ વિધાર્થીઓને પ્રાથમિક શાળા, માધ્યમિક શાળામાં નોકરીમાં જોડાવાના હેતુસર પરીક્ષા પાસ કર્યાનું ટ્રાયલ સર્ટી આપવામાં આવે છે. આ માટે વિદ્યાર્થીએ સાદા કાગળ પર પોતાના નામ, સરનામાં તેમજ તમામ ગુણપત્રકોની પ્રમાણિત કરેલ નકલ સાથે અરજી કરવાની રહેશે. અરજી ફી રૂપિયા 100/- નિયત કરેલ છે. રોકડથી / બેંક ડિમાન્ડ ડ્રાફ્ટથી સ્વીકારવામાં આવે છે.

Download Provisional Degree Certificate Application Form From website. Fill the information attach copies of marksheet and pay fee as university counter Rs. 100/-. After that submit Application form, Payment receipt at examination section and collect your provisional degree certificate, same day (Normally)


કામચલાઉ ડિગ્રી સર્ટિફિકેટનું ફોર્મ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરો. ફોર્મની વિગતો ભરી સાથે માર્કશીટની નકલો જોડો અને યુનિવર્સિટીના કાઉન્ટર પર ફી રૂપિયા 100/- ભરી, ત્યારબાદ વિગતો ભરેલું ફોર્મ અને પૈસા ભર્યાની પાવતી પરીક્ષા વિભાગમાં રજુ કરવાથી સામાન્ય રીતે તેજ દિવસે કામ ચલાઉ ડિગ્રી સર્ટિફિકેટ મેળવી શકાશે.

Students completing the syllabus and passing the examination are given a degree certificate. There is no fee to be paid separately if the fee is taken with a certificate of degree certificate. Those who have passed the degree examination before the year 2006 are required to pay a fixed fee. Prepared degree certificate is sent by post to the student at the address indicated by the post of speed. The degree certificate fee of Rs 200/- is fixed.


અભ્યાસક્રમ પૂર્ણ કરી પરીક્ષા પાસ કરનાર વિધાર્થીઓએ ડિગ્રી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. પરીક્ષાના આવેદનપત્ર સાથે ડિગ્રી પ્રમાણપત્રની ફી લેવામાં આવતી હોઈ અલગથી ફી ભરવાની રહેતી નથી. વર્ષ -2006 પહેલા ડિગ્રી પરીક્ષા પાસ કરેલ હોય તેમને જ નિયત ફી ભરવાની રહે છે. તૈયાર થયેલ ડિગ્રી પ્રમાણપત્ર ટપાલ દ્વારા સ્પીડ પોસ્ટથી વિદ્યાર્થીએ દર્શાવેલ સરનામે મોકલી આપવામાં આવે છે. ડિગ્રી પ્રમાણપત્રની ફી રૂપિયા 200/- નિયત થયેલ છે.

In case of failure to get lost, broken or disconnected for a reason after getting the degree certificate from the University, the student is given duplicate certificate by doing the following procedure.

  • Price of Rs 10/- is to be made in the prescribed form. Which can be found at the university's cash counter.
  • An affidavit on a stamp paper of Rs 20/- will be submitted before Judicial Foreclosure Magistrate.
  • Ensure a certified copy of the test mark sheet of the passed certificate for the degree to be obtained.
  • Duplicate Degree Certificate fee Rs 500/- is prescribed.
  • If there is a copy of the degree certificate then it will also be attached.

પદવી પ્રમાણપત્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીને મળી ગયા બાદ કોઈ કારણસર ખોવાઈ જાય, તૂટી-ફાટી ગયેલ હોય કે નાસ પામેલ હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થીએ નીચે પ્રમાણે પ્રવિધિ કરવાથી ડુપ્લીકેટ પદવી પ્રમાણપત્ર આપવામાં આવે છે.

  • નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે ફોર્મની કિંમત રૂપિયા 10/- નિયત કરેલ છે. જે યુનિવર્સિટીના કેશ કાઉન્ટર પરથી મળી શકે.
  • જ્યુડિશલ ફાર્સ્ટકલાસ મેજિસ્ટ્રેટ સમક્ષનું રૂપિયા 20/- ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું રજૂ કરવાનું રહેશે.
  • જે પદવી માટે પ્રમાણપત્ર મેળવવાનું હોય તેની પસાર કરેલ પરીક્ષાની ગુણપત્રકની પ્રમાણિત નકલ બીડવી.
  • ડુપ્લીકેટ પદવી પ્રમાણપત્રની ફી રૂપિયા 500/- નિયત કરેલ છે.
  • ડિગ્રી પ્રમાણપત્રની નકલ હોય તો તેપણ જોડવાની રહેશે.

Degree certificate is correct if the name, surname, subject or college name is inaccurate in the name of the applicant, with the application with the base evidence corrected. Marksheet Certified Deleting a copy and returning to the original degree certificate office will result in action for the upgradation of degree certificate.


પદવી પ્રમાણપત્રમાં નામ, અટક, વિષય કે કોલેજના નામમાં ભૂલ હોય તો આધારભૂત પુરાવા સાથે અરજી મળેથી પદવી પ્રમાણપત્ર સુધારી આપવામાં આવે છે. માર્કશીટની પ્રમાણિત નકલ બીડવી અને અસલ ડિગ્રી પ્રમાણપત્ર કાર્યાલયમાં પરત કરવાથી પદવી પ્રમાણપત્ર ના સુધારા અંગે કાર્યવાહી થઇ શકશે

In the list showing the meeting number of the student prepared by the University as mentioned in the examination form, the application will be sent through Principal with base proof, where there is an error in the mark sheet on name-surname-subject. Or apply to the university directly. As a mainstay, a certified copy of the living certificate (L.C.) received from the school should be developed.

The application will be provided on plain paper by name, address, mobile number, etc.

The fee is fixed as per the following for improvement in name-surn-subject mark sheet.
  • Marks Issued from the date of issue 1 year to 3 years for each mark sheet Rs. 100/-
  • If there is more than 3 years, then Rs 200/- per mark sheet.

યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના આવેદનપત્રમાં દર્શાવ્યા મુજબ તૈયાર કરવામાં આવેલ વિદ્યાર્થીના બેઠક નંબર દર્શાવતી યાદીમાં નામ-અટક-વિષય અંગે ગુણપત્રકમાં ભૂલ હોયતો આધાર પુરાવા સાથે આચાર્યશ્રી મારફત અરજી મોકલી આપવાની રહેશે. અથવા યુનિવર્સિટીને સીધા પણ અરજી કરી શકશે. મુખ્ય આધાર તરીકે શાળા તરફથી મળેલ લિવિંગ સર્ટિફિકેટ (L.C.) ની પ્રમાણિત નકલ બીડવાની રહેશે.

અરજી સાદા કાગળ પર નામ, સરનામું, મોબાઈલ નંબર વિગેરે વિગતો આપવાની રહેશે.

નામ-અટક-વિષય ગુણપત્રકમાં સુધારા માટે નીચે પ્રમાણે ફી નિયત થયેલ છે.
  • ગુણપત્રક ઇસ્યુ તારીખથી 1 વર્ષથી 3 વર્ષ સુધી પ્રત્યેક ગુણપત્રક દીઠ રૂપિયા 100/-
  • 3 વર્ષ કરતા વધારે સમય હોય તો પ્રત્યેક ગુણપત્રક દીઠ રૂપિયા 200/-

Application in the prescribed form Form can be downloaded from the university's website.

  • From the date of the declaration of the result, from 1 year to 3 (three) years, Rs.100/- per each mark sheet.
  • Maximum of 3 (three) years, for each time, Rs 200/- per mark sheet should be certified copy of the mark sheet with the application.

નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. ફોર્મ યુનિવર્સિટીની વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

  • પરિણામ જાહેર થયા તારીખથી 1 વર્ષથી 3 (ત્રણ) વર્ષ સુધી પ્રત્યેક ગુણપત્રક દીઠ રૂપિયા 100/-
  • 3 (ત્રણ) વર્ષ કરતા વધુ સમય માટે પ્રત્યેક ગુણપત્રક દીઠ રૂપિયા 200/- અરજી સાથે ગુણપત્રકની પ્રમાણિત નકલ બીડવી.

To ensure that the marks obtained from one or more headmasters for passing the exam are correct, to ensure that the result of the examination is decided by the certified FA, 14 days (two weeks) from the date of the examination, the Baroque students have to send the same. The application form can be obtained by downloading the university website. Copy the Xerox copy of the mark sheet of the examination to be done with the application, or copy the results put on the university's website. Whether to check all the questions in the attestation, whether the error has been made in error. Answers are not re-evaluated. Students are not given the information given in the division or questionnaire.

The Re-Checking Mark fee of Rs.100/- has been fixed. Fee must be paid by cash or Demand draft. Fee receipt will be required to be filed with the application.


પરીક્ષામાં પાસ થવા માટેના એક કે વધુ હેડમા મળેલા ગુણ બરાબર છે કે કેમ તેની ખાતરી કરવા માટે ગુણચકાસણીની અરજી નિયત ફીએ સાથે પરીક્ષાનું પરિણામ જાહેર થયા તારીખથી 14 દિવસ (બે અઠવાડિયા) માં યુનિવર્સિટી કાર્યાલયને મળે તે રીતે બારોબાર વિદ્યાર્થીએ મોકલવાની હોય છે. અરજી ફોર્મ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી મેળવી શકાય છે. અરજી સાથે જે પરીક્ષાની ગુણચકાસણી કરાવવી હોય તેના ગુણપત્રકની ઝેરોક્ષ નકલ બીડવી અથવા યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકવામાં આવેલ પરિણામની નકલ બીડવી. ગુણચકાસણીમાં બધા પ્રશ્નો તપાસ્યા છે કે કેમ, સરવાળામાં ભૂલ થઇ છે કે કેમ તે જોવામાં આવે છે. જવાબોનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવતું નથી. વિધાર્થીને વિભાગવાર કે પ્રશ્ર્નવાર મળેલા ગુણની માહિતી આપવામાં આવતી નથી.

ગુણચકાસણી ફી પ્રશ્નપત્રદિઠ રૂપિયા 100/- નિયત કરવામાં આવેલ છે. ફી રોકડેથી કે ડિમાન્ડદ્રાફ્ટથી ભરવાની રહેશે. ફી ની રસીદ અરજી સાથે બીડવાની રહેશે.

(A) The Re-Assessment final year is done in the examination. Only the answer sheets of theory progammes are evaluated. The following steps are not invovled in Re-Assessment.

  • Internal marking
  • Practical exam
  • Viva
  • Deserterson
  • Termwork
  • Seasional Work
(K) The examiner can Re-Assessment his own answer sheets (maximum two headlines). (J) Those examined in more than two subjects / question marks can not re-evaluate.

(B) Re-Assessment Process: :

  • The application for re-evaluation will be done in 14 days from the date of publication of the result of the examination, as per the University's achievement.
  • The Re-Assessment form can be downloaded from the university's website.
  • Such application should be done with the signature of the Chief of the Principal / University postgraduate department of the college. Otherwise the application will be eligible for cancellation.
  • Fixed fees with the application will be filled with cash or demand draft.
  • Rs. 250/- per question paper has been fixed. The quality of the student is changed only if the difference in the question paper is 15% or more.
  • The change in the result of the student due to Re-Assessment will be bound.

(અ) પુનઃમુલ્યાંક્ન અંતિમવર્ષની ડિગ્રી પરીક્ષામાં કરવામાં આવે છે. ફક્ત થિયરી પ્રસનપત્રોની ઉત્તરવહીઓનું જ મૂલ્યાંકન કરવામાં આવે છે. નીચેના પાસાનું પુનઃમુલ્યાંક્ન કરવામાં આવતું નથી.

  • આંતરિક ગુણાંકન
  • પ્રાયોગિક પરીક્ષા
  • મૌખિક પરીક્ષા
  • ડિઝર્ટેસન
  • ટર્મવર્ક
  • સેશનલ વર્ક
(ક) પરીક્ષાર્થી પોતાની જ ઉત્તરવહીઓ (વધુમાં વધુ બે પ્રશનપત્રો) નું પુનઃમુલ્યાંક્ન કરાવી શકે છે. (ખ) જે તે પરીક્ષાના બે થી વધુ વિષયોમાં/પ્રશ્ર્નપત્રોમાં નાપાસ થયેલ પરીક્ષાર્થી પુનઃમુલ્યાંક્ન કરાવી શકે નહીં.

(બ) પુનઃમુલ્યાંક્ન પ્રવિધિ

  • પુનઃમુલ્યાંક્ન કરાવવા માટેની અરજી જે તે પરીક્ષાનું પરિણામ જાહેર થયા તારીખથી 14 દિવસ(બે અઢવાડિયા) માં યુનિવર્સિટીને મળે તે રીતે કરવાની રહેશે.
  • પુનઃમુલ્યાંક્ન ફોર્મ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર ડાઉનલોડ કરી મેળવી શકશો.
  • આવી અરજી કોલેજના આચાર્યશ્રીની / યુનિવર્સિટી અનુસ્નાતક વિભાગના વડાશ્રીની સહી-સિક્કા સાથે કરવાની રહેશે. અન્યથા અરજી રદ થવાને પાત્ર બનશે.
  • અરજી સાથે નિયત ફી રોકડેથી કે ડીમાન્ડ ડ્રાફ્ટથી ભરવાની રહેશે.
  • પ્રશ્નપત્રદીઠ ફી રૂપિયા 250/- નિયત કરવામાં આવેલ છે. પ્રશ્નપત્રના કુલગુણના 15 ટકા કે તેથી વધુ તફાવત માલુમ પડતો હોય તો જ વિદ્યાર્થીને ગુણમાં ફેરફાર કરવામાં આવે છે
  • પુનઃમૂલ્યાંકનના કારણે વિદ્યાર્થીના પરિણામમાં જે ફેરફાર થાય છે તે બંધનકર્તા રહેશે.

In the various examinations taken by the University, the rank and the certificates are given to the first and second class students who receive the highest marks in the subject.

Ranks certificate of Rs. 25 / - is stipulated. To get the rank certification, the student has applied for a plain paper and given the serial certificates by paying a fee.


રેન્ક સર્ટિફિકેટની ફી રૂપિયા 25/- નિયત કરાયેલ છે. રેન્ક સર્ટિફિકેટ મેળવવા માટે વિદ્યાર્થીએ સાદા કાગળમાં અરજી કરી ફી ભરેથી રેન્ક સર્ટિફિકેટ આપવામાં આવે છે.

Gold medals are awarded in various examinations conducted by this university. The student must comply with the following conditions to get a gold medal.

  • The first attempt of the exam should have passed the highest marks in the first class.
  • To pass any head of the examination, the condonation marks should not be benefited.
  • Duration of one year has not passed since the fixed period between the examination for the gold medal and its earlier examination.
  • Retesting students are not eligible for gold medal
(Note: This period is considered as the date for admission in B.Ed.))

આ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી જુદી જુદી પરીક્ષાઓમાં સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવે છે. સુવર્ણચંદ્રક મેળવવા માટે વિદ્યાર્થીએ નીચેની શરતોનું પરિપાલન કરવું આવશ્યક છે.

  • પરીક્ષા પ્રથમ પ્રયત્ને પ્રથમ વર્ગમાં સૌથી વધુ ગુણ મેળવી પાસ કરેલ હોવી જોઈએ.
  • પરીક્ષાના કોઈ પણ હેડમા પાસ થવા માટે કોન્ડોનેશન ગુણનો લાભ મળ્યો ન હોવો જોઈએ.
  • સુવર્ણચંદ્રક માટેની પરીક્ષા અને તેની અગાઉની પરીક્ષા વચ્ચે નિયત કરેલ ગાળા કરતા એક થી વધુ વર્ષનો સમયગાળો પસાર થયો ન હોવો જોઈએ.
  • પુનઃસનાતક તેમજ અનુસ્નાતક અને પુનઃપરીક્ષા આપનાર વિદ્યાર્થી સુવર્ણચંદ્રક મેળવવાને પાત્ર નથી.
(નોંધ: બીએડ ની પરીક્ષા માટે આ ગાળો બીએડમાં પ્રવેશ મેળવ્યા તારીખથી ગણાય છે.)

In the affiliated colleges affiliated with the University, students passing in any faculty apply as teacher in Vidyasahayaks or school and after the appointment, the fees for faculty to verify the certificates according to government policy are fixed Rs 100/-. An additional certified copy of the University record will be mandatory.


યુનિવર્સિટી સાથેની સંલગ્ન કોલેજોમાં કોઈપણ વિદ્યાશાખામાં પાસ થયેલ વિદ્યાર્થીઓ વિદ્યાસહાયકો કે સ્કૂલમાં શિક્ષક તરીકે અરજી કરે અને પછી નિયુક્તિ મળે ત્યારે સરકારશ્રીની નીતિ પ્રમાણે પ્રમાણપત્રો ખરાઈ કરવા માટેની વિદ્યાશાખા દીઠ ફી રૂપિયા 100/- નિયત ઠરાવેલ છે. યુનિવર્સિટીના રેકર્ડ માટે વધારાની પ્રમાણિત નકલ (સેટ) ફરજીયાત આપવાની રહેશે.

Students are required to verify the degree certificate for job purposes or abroad. For the degree / degree received for this, Rs. 100 / - per degree is prescribed.

An additional certified copy of the University record will be mandatory. The application is verified on the plain paper by applying the name, address and full details of the certificate.


વિધાર્થીને નોકરીના હેતુસર કે વિદેશમાં અભ્યાસ અર્થે ડિગ્રી પ્રમાણપત્રની ખરાઈ માટે જરૂર પડતી હોય છે. આ માટે મેળવેલ પદવી / પદવીઓ માટે પદવી દીઠ રૂપિયા 100/- નિયત કરેલ છે.

યુનિવર્સિટીના રેકર્ડ માટે વધારાની પ્રમાણિત નકલ (સેટ) ફરજીયાત આપવાની રહેશે. અરજી સાદા કાગળ પર નામ, સરનામાની પુરી વિગત સાથે અરજી કરેથી પ્રમાણપત્રની ખરાઈ કરી આપવામાં આવે છે.

When a student wants to go abroad for higher studies, a transcript certificate has to be received from the university. A college record in the form prescribed by the World Admission in which all the details of the Marksheet are included.

Student prepares form on computer After signing the first college principal's signature, the application has to be applied for transcript of plain paper in the university. Transcript fee of Rs 200/- has been fixed by the University.

There will be a separate fee for each faculty exam. This fee can be filled with cash / bank draft. A certified copy of the marksheet with the form of college record will be required.

After scrutiny of certificates, transcript and ancillary documents will be given in sealed cover or as per the requirement of the student after signature of the authorized person.


ઉચ્ચ અભ્યાસ અર્થે વિદ્યાર્થી વિદેશમાં જવા ઈચ્છે ત્યારે યુનિવર્સિટીમાંથી ટ્રાન્સક્રીફ્ટ સર્ટી મેળવવું પડે છે. વર્લ્ડ એડયુકેશન દ્વારા નિયત ફોર્મમાં કોલેજ રેકર્ડ કે જેમાં ગુણપત્રકની તમામ વિગતો તેમાં આવી જાય છે.

વિદ્યાર્થીએ કમ્પ્યુટર પર ફોર્મ તૈયાર કરાવી. પ્રથમ કોલેજના આચાર્યશ્રીના સહી-સિક્કા કરાવ્યા બાદ યુનિવર્સિટીમાં સાદા કાગળ પર ટ્રાન્સક્રીફ્ટ મેળવવા અરજી કરવાની રહેશે. યુનિવર્સિટી દ્વારા ટ્રાન્સક્રીફ્ટની ફી રૂપિયા 200/- નિયત કરેલ છે.

પ્રત્યેક વિદ્યાશાખાની પરીક્ષા માટે અલગ ફી ભરવાની રહેશે. આ ફી રોકડેથી/બેન્ક દ્રાફ્ટથી ભરી શકાશે. કોલેજ રેકર્ડના ફોર્મ સાથે માર્કશીટની પ્રમાણિત નકલ અવશ્ય બીડવાની રહેશે.

પ્રમાણપત્રો ચકાસણી થયા બાદ અધિકૃત વ્યક્તિની સહી થયા બાદ સીલબંધ કવરમાં અથવા વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ ટ્રાન્સક્રીફ્ટ તેમજ આનુષંગિક દસ્તાવેજો આપવામાં આવશે.

CERTIFICATE / NOTIFICATION


THERE IS WHERE YOU BEGIN..... THE FUTURE IS TODAY

Contact HNGU


  • You can contact us via phone
  • Email: regi@ngu.ac.in
  • Help line : +91 2766 237000
  • Fax : +91 2766 231917
  • Inquiry : +91-8128650366 / 69

Address


  • Post Box No : 21, University Road, Patan
  • 0008098219

Campus Location


SubCampus Vadali


Copyright © 2024. All rights reserved